સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

લોધીકા- કોટડા સાંગાણી પંથકના ગામોના માર્ગ કામો માટે રૂ.૮ કરોડના ખર્ચે મંજુર

રાજકોટ તા. ૧૯ : ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ રૂ.૮ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લોધિકા અને કોટડાસાંગાણી તાલુકાના ગામોમાં રસ્તાના કામો ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની જહેમતથી મંજુર કરવામાં આવતા ગામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

લોધીકાના બાલસર-વાગુદડને જોડતા માર્ગ માટે રૂ.૬૦ લાખ, થોરડીથી લોધીકા-કોઠાપીપળીયાને જોડતા માર્ગ માટે રૂ.૫૦ લાખ, કોટડા સાંગાણીના વેરાવળ-ગુંદાસરા-નારણકા રોડ જોઇનીંગ માટે રૂ.૨૫૦ લાખ, શાપર વિરવા રોડ માટે રૂ.૩૦૦ લાખ, મોવિયાથી શિશક-શ્રીનાથગઢ રોડ માટે રૂ.૩૦ લાખ, એનએચ ટુ હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ રોડ માટે રૂ.૮૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે.

જે બદલ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનો લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ સાંગાણી, ગામ સરપંચશ્રીઓ અને હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ.

(12:39 pm IST)