સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ડો.જયપ્રકાશ દ્વિવેદી અને ડો. હર્ષવદન જાનીને શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક અર્પણ

વેરાવળ-પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સંસ્કૃતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સ્પષ્ટ જોગવાઇ છે. આ હેતુથી વર્ષ ૧૯૯૨ થી પ્રતિવર્ષ 'શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક' સંસ્કૃતભાષાના સાતા વિદ્વાનને સમ્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સમર્પણ માટે વિદ્દાનોની પસંદગી માટે બનેલી સમિતિની ભલામણ અનુસાર વર્ષ ૨૦૨૦ નો સુવર્ણ ચંદ્રક ડો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને ૨૦૨૧ નો ડો.હર્ષવદન મનસુખલાલ જાની (હર્ષદેવ માધવ) ને શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક, સન્માન પત્ર, સન્માન શાલ અને રૂ.૧(એક) લાખના રોકડ પુરસ્કારથી બંન્ને મહાનુભાવોને સન્માનવામાં આવેલ હતા. 'શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારોહ' રામમંદિર ઓડિટોરીયમ, ખાતે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી પ્રો. જે ડી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો, આ કાર્યક્રમમાં ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી મુખ્ય મહેમાન પદે ડો .વિષ્ણુભાઇ પંડ્યા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અને સંસ્કૃત અકાદમી, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી ગોપબંધુ મીશ્રા કુલપતી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, તથા શ્રી ચેતનભાઇ ત્રિવેદી કુલપતી શ્રી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઉપસ્થીત રહેલ. જીલ્લાપંચાયત પ્રમુખ રામીબેન વાજા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, નગરપાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, સોમનાથ યુનિવર્સિટી રજીસ્ટાર દશરથભાઇ જાદવ, કો-ઓર્ડિનેટર બીપીનભાઇ સંઘવી તથા ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરીની ડીઝીટલ પ્લેટકોર્મ દ્વારા પ્રેરક ઉપસ્થિતી રહી હતી. આ કાર્યક્રમમાં સંસ્કૃત અને સંસ્કૃતીના પ્રચાર-પ્રસાર માટે વધુ યોગદાન આપી આ ક્ષેત્રે વધુ આગળ કેમ આવી શકાય તે માટે સંવાદ થયેલ, કાર્યક્રમના અંતે કો-ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. કાર્ષક્રમનું સંચાલન સોમતાથ યુનિવર્સીટીના પ્રો.લલીતભાઈ પટેલ દ્વારા કરવામાં આવલે હતું. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ, -(વેરાવળ), દેવાભાઇ રાઠોડ -(પ્રભાસ પાટણ)

(12:36 pm IST)