સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

ઓખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેકિસનના ડોઝ માટે ધરમના ધક્કા

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૨૧ : દેશ આજે ૨૧મી સદી તરફ પ્રગતિ કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતનું દેવભૂમિ દ્વારકાનું ઓખા બેટ ગામનું આરોગ્ય અને શિક્ષણ ૧૮મી સદી તરફ ધકેલાઈ રહ્યુ છે.

ઓખા બેટના પ્રથમિક આરોગ્ય કેન્દ્ર અગ્રેજોની ગુલામી વખતના ધર્મશાળા કરતા પણ બદતર હાલતમાં જોવા મળે છે.ઙ્ગ

આજે કોરોના વેકિસન માટે ગુજરાત સરકારની કામગીરી વિશ્વમાં વખણાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ઓખા બેટના આરોગ્ય વિભાગની કામગીરીથી પ્રજામાં ભારે નારાજગી જોવા મળે છે. ૧૮ થી ૪૫ વર્ષના વ્યકિતઓને વેકિસનના પ્રથમ ડોઝ લેવા માટે ધર્મના ધક્કા થાય છે. સવારથી બપોર સુધી લોકોને વેકિસન માટે રાહ જોવી પડે છે.ઙ્ગઙ્ગ

ઓખા પ્રાથમિક દવાખાનાના મેડિકલ ઓફિસર તો આ વેકિસન અંગેની માહિતી આપતા પણ ડરે છે.

(12:35 pm IST)