સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

ગોંડલના રૂપાવટી ગામે જુગાર રમતા ૧૬ પત્તા પ્રેમીઓ ૯૯,૨૫૦ની રોકડ સાથે ઝડપાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૨૧: ગોંડલ શહેર પંથકમાં ભીમ અગિયારસના તહેવારની આસપાસમાં વ્યાપક પ્રમાણમાં જુગાર રમતો હોય એલસીબી પોલીસે તાલુકાના રૂપાવટી ગામે દરોડો પાડી ૧૬ પતા પ્રેમીઓને રૂપિયા ૯૯૨૫૦ની રોકડ રકમ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામ એલ.સી.બી પી.આઈ એ.આર.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા સહિતનાઓએ જુગાર અંગે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા જગતસિંહ જયેન્દ્રસિંહ રાયજાદા જાતે- દરબાર ઉ.વ. ૩૫ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ, અલ્ફાઝભાઇ યુસુફભાઇ ખોખર જાતે- ફકીર ઉ.વ. ૨૧ ધંધો- ડ્રાઇવીંગ રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ, મહેશભાઇ ચનાભાઇ ટોળીયા જાતે- ભરવાડ ઉ.વ. ૩૧ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ, રામદેવસિંહ મહોજીતસિંહ રાયજાદા જાતે- દરબાર ઉ.વ. ૪૦ ધંધો- વેપાર રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ, ઇસ્માઇલભાઇ જુમાભાઇ સવાણ જાતે- સુમરા ઉ.વ. ૩૫ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ , સાગરભાઇ વાલજીભાઇ પરમાર જાતે- બારોટ ઉ.વ. ૨૪ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ ,.શબીરભાઇ જુમાભાઇ ગુંગા જાતે- સુમરા ઉ.વ. ૨૫ ધંધો- નોકરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ , સુરજભાઇ દેવશીભાઇ ચાંડપા જાતે- અનુ.જાતી ઉ.વ. ૨૨ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ , અશોકભાઇ દાનાભાઇ ગોહેલ જાતે- કોળી ઉ.વ. ૫૨ ધંધો- વેપાર રહે- ગોંડલ, ભગવતપરા વાછરા રોડ,. મિલનભાઇ પ્રવિણભાઇ બગડા જાતે- અનુ.જાતી ઉ.વ. ૩૨ રહે- અનીડા ભાલોડી તા. ગોંડલ, રમેશભાઇ વિરાભાઇ સોલંકી જાતે- બારોટ ઉ.વ. ૫૫ રહે- ગોંડલ, ભગવતપરા, વાછરા રોડ , હસમુખભાઇ વાલજીભાઇ વાળા જાતે- અનુ.જાતી ઉ.વ. ૪૩ રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ, મિલનભાઇ દેવાભાઇ પાતર જાતે- અનુ.જાતી ઉ.વ. ૨૫ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ ,.રાજેશભાઇ હમીરભાઇ પાતર જાતે- અનુ.જાતી ઉ.વ. ૩૦ ધંધો- મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ,.રાજદિપસિંહ અનીરૂધ્ધસિંહ રાયજાદા જાતે- દરબાર ઉ.વ. ૨૬ ધંધો- ખેતી રહે- રૂપાવટી તા. ગોંડલ તેમજ વાસુરભાઇ બાબભાઇ રાઠોડ જાતે- બંગડીવાળા ઉ.વ. ૧૯ ધંધો-મજુરી રહે- રૂપાવટી ગામ તા. ગોંડલ વાળાઓ ને રોકડા રૂ. ૯૯,૨૫૦/- સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:48 am IST)