સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

ગણોદના પાટિયા પાસેથી ૫૫૧ પેટી દારૂ-બિયરના મોટા જથ્થાને ઝડપી પડતી ઉપલેટા પોલીસ

રૂપિયા ૩૨,૨૭,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જૂનાગઢના ઇસમ વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૨૧: ઉપલેટા ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. જાડેજા તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહી જુગારની પ્રવૃત્ત્િ। શોધવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. જાડેજાને ચોક્કસ બાતમીરાહે મળેલ કે કાના હમીર ઉર્ફે જેકી ખાંભલા રહેવાસી જુનાગઢ વાળો રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ ગણોદના પાટિયા પાસેથી પોતાના માણસો મારફત આઈશરમાં દારૂ-બીયરનો જથ્થો લઈ પસાર થવાનો હોઈ અને તેમની પાસે રહેલ સ્વીફટ કારથી પાયલોટીંગ કરવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે રેડ કરી દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપી આઈસર ચાલક તેમજ જુનાગઢના એક ઈસમ વિરૂદ્ઘ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપલેટા પોલીસે દારૂની ૪૩૫ પેટી, બિયરની ૮૦ પેટી તેમજ આઈશર જીજે-૨૩-એકસ-૧૪૦૧ તથા સ્વીફ્ટ કાર સહીત કુલ રૂપિયા ૩૨,૨૭,૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ ત્યારે આ સમગ્ર કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. જાડેજા, એ.એસ.આઈ. ગોવિંદભાઈ વાદ્યમસી, હેડ કોન્સ. ભાવેશભાઈ બોરીચા, મહેન્દ્રભાઈ ધાધલ, હરદેવસિંહ ચુડાસમા, કોન્સ. દિનેશભાઈ ગોંડલીયા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા, મહેશભાઈ સરીખડા, વાસુદેવસિંહ જાડેજા, સત્યપાલસિંહ જાડેજા, જગદીશભાઈ સુવાણ, દેવરાજભાઈ ત્રમટા, મહિલા કોન્સ. જયશ્રીબેન ચૌહાણ, અસ્મીતાબેન મહેતા સહિતનાઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

(11:42 am IST)