સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જામનગરમાં વ્યાજખોરોનું વિષચક્ર ભેદવા પોલીસ મેદાને પીડિતો માટે ખુલો મંચ પૂરો પાડ્યો : લોકદરબાર યોજાયો

લોકદરબારમાં કુલ 51 જેટલા અરજદારો આવ્યા :કડક કાર્યવાહીની પોલીસે આપી ધરપત

 

જામનગરમાં પ્રથમ વખત વ્યાજખોરોના ત્રાસને લઇને  જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો હતો  જામનગર પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં વ્યાજખોરોથી પીડિત લોકો લોક દરબારમાં પોલીસ સામે આવી અને માહિતી આપે જેથી પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે.

   જામનગરમાં વ્યાજખોરોની દાદાગીરીને લઈને પોલીસ હવે મેદાને ઉતરી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નાગરિકોને ઉગારી લેવા પોલીસે ખુલ્લો મંચ પૂરો પાડ્યો છે. ટાઉન હોલ ખાતે વ્યાજખોરોને ડામવા માટે પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નાગરિકોએ ભાગ લઇ રજૂઆતો કરી હતી.

  પોલીસે સંપૂર્ણ સહયોગ આપી વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ધરપત આપી છે.જામનગરમાં યોજાયેલો લોક દરબાર ખૂબ સફળ નીવડ્યો હતો કુલ ૫૧ જેટલા અરજદારો જે વ્યાજખોરો થી પીડાતા હતા તેઓએ જિલ્લા પોલીસ વડા સામે આવી અને રજૂઆત કરી હતી. અને પોલીસે તેમની વાત ગંભીરતાપુર્વક લઈ અને તેના આકરા પગલાં લેવાની કવાયત હાથ ધરી છે.

(11:26 pm IST)