સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં એક સાથે ૭ હજાર વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર

વઢવાણઃ વિશ્વ યોગ દિન ની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા ના વિવિધ સથળો એ કરવા માં આવી હતી.યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.

યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ઘ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુકત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ૨૧મી જૂનનો દિવસ એ ઉત્ત્।રીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુકત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

સુરેન્દ્રનગર જિલ્લામાં યોગ દિન નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં યોગ દિન ની ઉજવણી માં માન. ગુજરાત રાજય અધક્ષ શ્રીબિન અનામતવર્ગ આયોગ હંસરાજ ભાઈ ગજેરા, કલેકટર કે રાજેશ, ફુસ્નષ્ટ મહેન્દ્ર કુમાર, નગરપાલિકા ના પ્રમુખ વીપીન ટોલીયા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોષી અને રાજકીય લોકો સહિત સરકારી અધિકારીઓ એ યોગ કર્યા હતા.

યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તિઓએ સહકાર આપ્યો છે. વિશ્વના લગભગ ૧૭૦ દેશોના લોકો આ દિવસની ઉજવણી કરી છે જેમાં અમેરિકા, ચીન, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્ત્િ।ઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેંદ્રો, યોગ સ્પર્ધાઓ અને દ્યણી વધી અન્ય પ્રવૃત્ત્િ।ઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ઘિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ સાયલા ચોટીલા અને અનેક તાલુકાઓ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીર.અહેવાલઃફઝલ ચૌહાણ.વઢવાણ)

(5:38 pm IST)