સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

સુરેન્દ્રનગરમાં ટયુશન કલાસમાં યુવતિ સાથે અડપલા કરનાર ધીરેન ગઢવીની ધરપકડ

વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનાર દ્યટના કુંથુનાથ દેરાસર પાસે આવેલા ટીચ કોમ્પ્યુટર કલાસીસમાં ગુરૂવારે બની હતી. નવા જંકશન રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ચાલતા આ કલાસીસમાં શહેરના દ્યણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કોમ્પ્યુટર શીખવા માટે આવે છે. જેમાં ૧૯ વર્ષની વિદ્યાર્થિની પણ આ કલાસીસમાં સીસીસી કરવા માટે આવતી હતી. સંચાલક ધીરેન ગઢવીએ વિદ્યાર્થિનીને ૧૧.૩૦ વાગે કલાસમાં આવવાનું કહ્યુ હતુ. કલાસમાં બીજા કોઇ ન હોય એકલતાનો લાભ લઇને સંચાલક પહેલા તો કોમ્પ્યુટર શિખડાવવાના બહાને બાજુની ખુરશીમાં બેસી ગયો હતો. અને બાદમાં વિદ્યાર્થિનીના શરીર સાથે છેડછાડ કરવા લાગ્યો હતો. અચાનક બનેલી દ્યટનાથી દીકરી ડદ્યાઇ ગઇ હતી. અને પોતાને ન અડવા માટે સંચાલકને કીધુ હતુ તો તને શું વાધો છે તેમ કહી સંચાલકે તમામ હદ વટાવી દીધી હતી. તેની દાનત પારખી ગયેલી દિકરીએ દવાનું બહાનું કરીને બહાર નીકળી દ્યરે આવીને માતા પિતાને સંચાલકની કરતુતો કીધી હતી. બનાવની જાણ થતા માતા-પિતા કલાસીસે ધસી ગયા અને ૧૮૧દ્ગક ટીમને જાણ કરી હતી. બાદમાં સંચાલકને પોલીસ મથકે લાવી ગુનો દાખલ કરવાની વાત કરી હતી. દિકરીએ રડતા રડતા સંચાલકના કરતુતો કીધી તો પોલીસ પણ દ્રવી ઉઠી હતી. આરોપી વિરૂધ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ પીએસઆઇ જી.જી.પરમાર ચલાવી રહ્યા છે.

(1:32 pm IST)