સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

વવાણીયા ગામે દરગાહે કલસ ચઢાવવા હિન્દુ-મુસ્લીમ એકતા સાથે ઝુલુસ નિકળ્યું

માળીયામિંયાણા, તા. ર૧ : માળીયામિંયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ વર્ષો જુની મોટાપીરની દરગાહ પર કલસ ચડાવવાની લાંબા સમયથી ઈચ્છા ધરાવતા દરગાહના મુંજાવર સૈયદ હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુએ મોટાપીરની દરગાહે કલસ ચઢાવવાનુ ધામધુમથી આયોજન કર્યુ હતુ જેમા જુમ્મા મસ્જીદેથી મોટાપીરની દરગાહ શરીફે કલાત્મક કલસ ચઢાવવા માટે વાજતે ગાજતે વિશાળ ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ આ ઝુલુસમાં વવાણીયા ગામના સરપંચ સહિત હિંન્દુ સમાજના આગેવાનો બહોળી સંખ્યામા જોડાઈ એકતાની અનોખી મિશાલ કાયમ કરી પ્રેરણારૂપ બન્યા હતા તેમજ દરગાહ શરીફ પર કલસની સાથે ચાદર ફુલ ચડાવી દુર દુરથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને દરગાહ પર દુવા સલામ સાથે દર્શન કરવા હિંન્દુ મુસ્લિમ લોકો ઉમટ્યા હતા.

વવાણીયા ગામે મોટાપીરની દરગાહ પર કલસ ચડાવવાની સાથે મોરબી માળીયાના જાણીતા એડવોકેટ અને પત્રકાર રજાક બુખારીએ તેમની મન્નત પુરી કરવા માટે ગામના તમામ મુસ્લીમ પરીવારોને જાહેર ન્યાઝનુ એલાન કરી ન્યાઝ તસકીમ કરાવી પોતાની મન્નત પુરી કરી હતી આ ખુશીના પ્રસંગમાં વવાણીયા સુન્ની મુસ્લીમ જમાત અને ગામના સરપંચ સહીતના હિંન્દુ અગ્રણીઓએ પુરતો સાથ સહકાર આપી ખડેપગે રહી એક અનોખી એકતા જોવા મળી હતી તેમજ મુસ્લીમ સમાજના અગ્રણી આમદભાઈ પટેલ સરપંચ અશ્રનિભાઈ અને દરગાહના મુજાવર સૈયદ હાજી અબ્બાસમીંયા બાપુ સૈયદ ઈસ્માલમીંયા બાપુ સહીતના લોકોએ ખડેપગે રહી ખુશીનો પ્રસંગ ધામધુમથી ઉત્સાહભેર ઉજવ્યો હતો.

(1:26 pm IST)