સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

અમરેલીમાં સાસુ અને નણંદના ઝઘડાથી કંટાળી વહિદાએ ઝેર પીધું

રાજકોટ તા. ૨૧: અમરેલી સબ જેલ પાછળ સંધી સોસાયટીમાં રહેતી વહિદાબેન કરિમ અબડા (ઉ.૩૦)એ ઝેરી દવા પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

વહિદાબેનના કહેવા મુજબ તેનો પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર છે. સાસુ રહેમતબેન, નણંદ નાજીયા અને મામાજી સહિતના લોકો અવાર-નવાર નાની-નાની વાતે એક બીજાને ચઢામણી કરી હેરાન કરતાં હોઇ જેથી કંટાળીને પોતે ઝેર પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ અમરેલી પોલીસને જાણ કરી હતી.

(11:57 am IST)