સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જોડીયા એસ.બી.આઇ. શાખાની ચેસ્ટ પ્રશ્નને મુખ્યમંત્રીને રજુઆત

જોડીયા તા ૨૧  :  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ.) નાી ચેસ્ટ તરપ લાવવા તેમજ બેંક એકાઉન્ટ ખોલવામાં વિલંબ થવા અંગે તાલુકા પંચાયતના સભ્ય સોજલબેન વાંકે મુખ્યમંત્રીને રજુઆત કરી છે

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનુંમુખ્ય મથક જોડિયા ગામેરાષ્ટ્રીયકૃત બેંક ૧  (એક) જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ.) આવેલ હોય, જે બેંકમાં આશરે ૧૪,૦૦૦ જેટલા સેવીંગ એકાઉન્ટસ અને ૧૨૫ જેટલા કરન્ટ એકાઉન્ટ છે. જેમાં ખાતા ધારકો દ્વારા જયારે એકસાથે ૧-લાખ ઉપરની રકમ ઉપાડવાની જરૂરીયાત હોય ત્યારે બેંક પાસે ચેન્ટ ન હોવાને કારણે આ રકમ માટે ખાતા ધારકોને બીના કે ત્રીજા દિવસે પોતાનાજ રૂપિયા ઉપાડવા માટે બેંક દ્વારા કહેવામાં આવે છે. આવા કિસ્સામાં ખાતા ધારકોના રૂપિયા તેઓને જરૂરિયાત હોય તે સમયે તેઓને મળી શકતા નથી. જેથી ખાતાધારકો એ હાલાકીનો સામનો કરવો પડે છે. જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ.)ની ચેસ્ટ પરત આપવામાં આવે તો આવા પ્રશ્નોનો હલ થઇ શકે છે.

સામાન્ય મજુર વર્ગ તેમજ વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટ ખોલવામાં એક-દોઢ મહીના જેટલો સમય લાગી જાય છે.ખેકાઉન્ટ ખોલવાની અરજી આપ્યા બાદ એકથી દોઢ મહીના જેટલો સમય લાગે છે. જેના કારણે આવા સામાન્ય લોકોને તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, અને સરકારી લાભાોથી વંતિ રહેવા પામે છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:52 am IST)