સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

ભાવનગર : ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પ્રશ્નોની વાહન વ્યવહાર કમિશ્નરને રજૂઆત

ભાવનગર તા.૨૧ : માલ પરિવહન વ્યવસાયના પ્રશ્નો અંગે વાહન વ્યવહાર કમિશ્નર શ્રીમતી સોનલબેન મિશ્રા સમક્ષ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એશો.ના પ્રતિનિધિ મંડળે મુકેશભાઇ દવેની આગેવાની તળે રજૂઆત કરી હતી. જેમાં ચેક પોસ્ટ રોડ પરનુ ચેકીંગ, આરટીઓના પ્રશ્નો જેમા જૂના ડીએ કેસ પેન્ડીંગનો નિકાલ તથા તેમા થતા અન્યાય બાબતે ફીટનેશ સર્ટીફીકેટ મેળવવામાં થતો વિલંબ સહિતના પ્રશ્નોની લેખીત તથા મૌખિક ચર્ચા વિચારણા કરાઇ હતી. વહીવટી બાબતે પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત થઇ હતી.

નવનિયુકત વાહનવ્યવહાર કમિશ્નર સોનલબેને પ્રશ્નોની રજૂઆત દરમિયાન પોતાના સકારાત્મક વલણ અને નિખાલસભાવે પ્રતિભાવ આપતા જણાવેલ છે કે અમારો પ્રયત્ન તમારી મુશ્કેલી અને પ્રશ્નો દૂર કરવાનો છે. કોઇપણ ખોટીવાત કે ગેરરીતે નહી ચલાવાય પછી તે અમારા પક્ષે હોય કે તમારા પક્ષે હોય. અહી અમે કામ કરવા માટે છીએ સાથે તમારા સૌનો પણ સહકાર જોઇએ.

આ બેઠકમાં વાહન વ્યવહાર ખાતાના અધિકારી જે.એન.વાઘેલા, એ.આર.યાદવ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાન્સપોર્ટ વ્યવસાય તરફથી મુકેશભાઇ દવે (અમદાવાદ કાર્યકારી પ્રમુખ એજીટીટીએ), હસુભાઇ ભગદેવ (રાજકોટ) માનદમંત્રી નિમેશભાઇ પટેલ અમદાવાદ, અરવિંદભાઇ ઠકકર પ્રમુખ ટેન્કર એશો., બકુલભાઇ ચાતુર્વેદી (ભાવનગર), જીતુભાઇ પટેલ (અમદાવાદ), હરીશભાઇ મહેશ્વરી (ગાંધીધામ), અશોકભાઇ વ્યાસ  ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)