સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જામકંડોરણામા મહિલાઓનું આંદોલન ઉગ્રઃ છ મહિલાના આમરણાંત ઉપવાસ

જામકંડોરણા તા. ર૧ :.. અંજલી શેરી વિસ્તારની મહિલાઓએ રોડ, રસ્તા, ભુગર્ભ ગટરનાં ગંદાપાણીના નિકાલ કરવાની માંગ સાથે ગત તા. ૧૭ થી જામકંડોરણા તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન કરેલ છે ત્રણ  દિવસ સુધી આ વિસ્તારની મહિલાઓએ જામકંડોરણા તાલુકા પંચાયત કચેરી સામે પ્રતિક ઉપવાસ શરૂ કરેલ ત્રણ દિવસમાં તેમની આ માંગ ન સંતોષાતા ગઇકાલથી છ મહિલાઓએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.

આ બાબતે કાલે બપોર બાદ જામકંડોરણાના સરપંચ જશમતભાઇ કોયાણી, તાલુકા વિકાસ અધિકારી પી. ડી. પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિપાલસિંહ જાડેજા, દીગુભા જાડેજા, કાનજીભઇ પરમાર સહિતનાઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ ઉપવાસી મહિલાઓ સાથે તેમના પ્રશ્ન અંગે સમાધાન માટે મંત્રણા કરી હતી પરંતુ મંત્રણાઓના અંતે સમાધાન ન થતા આ મહિલાઓનું ઉપવાસ આંદોલન ચાલુ રહ્યું હતું.

(11:45 am IST)