સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

કાંગશીયાળીનો ભાવેશ ગોસ્વામી ૧૩ર બોટલ દારૂ સાથે પકડાયો

કાર સહિત ૧.૦૧ લાખના મુદામાલ સાથે શાપર પોલીસે દબોચી લીધો

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સાથે પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીર : કમલેશ વાસાણી શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ તા. ર૧ :.. કાંગશીયાળીની સીમમાંથી ૧૩ર બોટલ દારૂ સાથે બાવાજી શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ગોંડલ ડીવાયએસપી એચ. એમ. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ. આર. ગોંડલીયા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જૂગારની પ્રવૃતિઓ ગુન્હો શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર એ ખોખર તથા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કો. રોહીતભાઇ બકોત્રા, માવજીભાઇ ડાંગર તથા રવિરાજસિંહ ઝાલા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટેશનના હેડ કો. રોહીતભાઇ બકોતરાને મળેલ બાતમી આધારે ભાવેશગીરી ઉર્ફે આયાન ભરતગીરી ગોસ્વામી જાતે બાવાજી ઉ.ર૧ ધંધો ડ્રાઇવીંગ રહે. કાગશીયાળી ગામની સીમમાં કલ્પવન રેસીડન્ટસીને ૧૩ર બોટલ દારૂ તથા કાર મળી કુલ ૧.૧ર૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

(11:40 am IST)