સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

અમરેલી જિલ્લામાં ભેળસેળિયા બાયો ડિઝલના વેચાણ સામે તંત્રની તવાઈ :20 સ્થળોએ દરોડા:99 લાખનો મુદ્દામાલ જપ્ત

કુલ 1,48,724 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ મળી 99,93,587નો મુદ્દામાલ સહિતનો જથ્થો સીઝ

 

અમરેલી જિલ્લામાં ભેળસેળીયા બાયોડીઝલના વેચાણ સામે તંત્ર તૂટી પડ્યું હતું કુલ 20 જેટલા સ્થળોએ દરોડો પાડીને 99 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે જીલ્લામા અલગ- અલગ સ્થળો ઉપર બાયોડીઝલના નામે અન્ય ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનુ અનઅધિકૃત રીતે વેચાણ કરવામા આવતુ હોવાની બાતમીના આધારે જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સૂચનાનુસાર તપાસણી ટીમો દ્વારા પ્રકારનુ ગેરકાયદેસર વેચાણ અટકાવવા  20 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. દરમિયાન કુલ 1,48,724 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ, કિંમત રૂ. 99,93,587/- નો મુદ્દામાલ સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

  સીઝ કરેલ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થના નમુના ફોરેંસીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામા આવ્યા છે અને સીઝ કરેલ જથ્થો સરકાર વતી યથાવત સ્થિતિમા સાચવી રાખવા જે-તે જગ્યાએ જથ્થાના માલિકોને સોંપવામા આવ્યો છે. ફોરેંસીક સાયન્સ લેબોરેટરી તરફથી મળેલ પદાર્થના નમુનાના પૃથક્કરણ અહેવાલ મુજબ સીઝ કરેલ તમામ જથ્થો બાયોડીઝલ હોવાનુ જાણવા મળ્યું છે. જે અન્વયે આજદિન સુધી કુલ રૂ. 18,46,646/-નો જથ્થો રાજ્યસાત કરીને આગળ કાર્યવાહી ચાલુ છે

(12:27 am IST)