સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

સિંહો'ના ગામ ખાંભામાં પૂલ પાસે મગર ભૂલો પડ્યો :રેસક્યૂ કરી ડેમમાં છોડાયો

મોડી રાતે પૂલ પાસે મગર ચડી આવતા રેસક્યૂ ઑપરેશન હાથ ધરાયું

 

 અમરેલી જિલ્લાના ખાંભામાં અવારનવાર સિંહો મુકામ કરતા રહે છે ત્યારે ગત રાત્રે ખાંભા ગામની બહાર આવેલા પૂલ પાસે એક મોટો મગર ચડી આવ્યો હતો.

  ખાંભા ગામ પાસે આવેલા બેઠા પૂલ નજીક મગર જોવા મળતા લોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે મગરને રેસક્યૂ કર્યો હતો અને નજીકના ડેમમાં છોડ્યો હતો. ગરમીના મોસના કારણે પાણીનો અભાવ હોવાથી વન્ય પ્રાણીએ પાણીની શોધમાં બહાર આવી ચડતા હોય છે ત્યારે ખાંભા ગામ ખાતે ગઈકાલે મગરે દેખા દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા ગીર નેશનલ પાર્કનું સરહદી ગામ છે અને અહીંયા મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ હોવાથી અવારનવાર સિંહો આવી ચડતા હોય છે. રેસક્યૂ કરાયેલા મગરને વનવિભાગ દ્વારા મોભનેશ ડેમમાં છોડવામાં આવ્યો હતો

(12:25 am IST)