સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જૂનાગઢમાં મંજૂરી વગર સાયન્સ શાળા શરુ કરી દેવાઈ જિલ્લા શિક્ષણધિકારીની ટીમે પાટી -દફ્તર પેક કરાવ્યા

પ્રાથમિકશાળની મંજૂરીના ઓઠા હેઠળ બોગસ સાયન્સ શાળા ઝડપાઇ

ફોટો shala

જૂનાગઢમાં મંજૂરી વગર ખુલ્લેઆમ સાયન્સ શાળા શરૂ કરી દેવામાં આવી હતી. કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં બેરોકટોક ચાલી રહેલી શાળા પર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે દરોડા પાડી બોગસ શાળાના પાટી દફ્તર પેક કરાવી દીધા છે.

  આ અંગે મળતી વિગત મુજબ જોષીપરા વિસ્તારમાં શાંતેશ્વર મંદિર નજીક જ્ઞાન મંઝિલ નામે બોગસ શાળા ધમધમી રહી હતી. યસ પ્રાઈમરીની બિલ્ડીંગમાં પ્રાથમિક શાળાની મંજૂરીના ઓઠા હેઠળ 9 થી 12 સાયન્સ અને કોમર્સના અભ્યાસક્રમો પણ શરૂ કરી દેવાયા હતા જે હાલમાં બંધ કરી દેવાયા છે.

(10:10 pm IST)