News of Thursday, 21st June 2018
ઉપલેટામાં રીસામણે બેઠેલ પત્નિને તેડવા આવેલ જમાઇને સસરા સાથે મારામારીઃદીકરીને છરી લાગી
ઉપલેટા તા ૨૧ : અંહિયા પંચહાટડી પાસે સમશાન રોડ ખાટકીવાડમાં રહેતા હનીફ ઉમર મકવાણા સીદી બાદશાહની દીકરી ધોરાજી જાુના બગીચા સામે રહેતા યાશ્મિન આમદ શેખ સાથે પરણાવેલ હતી છેલ્લા ત્રણચાર માસ થી રીસામણે ઉપલેટા તેમના માવતરને ઘેર હતી.
ગળકાલે તેમનો પતી યાશિન આમદ શેખ તેેમની પત્નિ યાશ્મિીન ને ેતેડવા આવતા તેમના સસરા હનીફભાઇ સાથે બોલાચાલી થતા સસરાને જમાઇએ ઢીકાપાટુનો માર મારતા યાશ્મિીના વચ્ચેે પડતા યાશ્મિીના ના ડાબા હાથમાં છરીનો ઘા લાગતા અંગે ઉપલેટા પોલીસમાં ફરીયાદ થતા એ.એસ.આઇ. મુળજીભાઇ તપાસ ચલાવી રહયા છે.
(11:54 am IST)