સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

કેશોદની યુવતીને નિકાહ કરવાની લાલચ આપી દુષ્‍કર્મ આચરનાર વેરાવળના શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૧: કેશોદના આંબાવાડી બગીચા પાસેના વિસ્‍તારમાં રહેતી યુવતી અંદાજે બે વર્ષ પહેલાં રાજકોટ ખાતે ખાનગી નોકરી કરતી હોય પોતાના સમાજનાં સારાં યુવક સાથે લગ્ન નિકાહ કરવા માટે મેરેજ બ્‍યુરો દ્વારા પ્રયત્‍ન કરતાં મેરેજ બ્‍યુરો સંચાલકો દ્વારા વેરાવળના રહીશ વસીમ ઓસમાણ મેમણ રહે.આઇ.ડી.ચોહાણ સ્‍કુલની સામેની ગલીમાં નાં પરિચયમાં આવ્‍યા બાદ ટેલિફોનીક વાતચીત આગળ વધતાં જુનાગઢ મળવા બોલાવ્‍યા બાદ પોતાની ફોરવ્‍હીલ કાર માં બેસાડી લગ્ન નિકાહ માટે તૈયાર હોવાનું જણાવી ફોરવ્‍હીલ કાર જુનાગઢ બાયપાસ ખામધ્રોડ ચોકડી પાસે ક્રિષ્‍ના પાપડના કારખાના પાસે ખુલ્લા પ્‍લોટમાં લઈ જઈ પાછળની સીટ પર શરીરસંબંધ બાંધ્‍યો હતો અને યુવતી ને પરત રાજકોટ મોકલી આપી હતી.

કેશોદની ઉ.વ.૩૪ની યુવતીને રહે.નહેરુનગર ગાર્ડન બગીચાની શેરી કેશોદને વારંવાર મોબાઈલ ફોન માં લગ્ન નિકાહ ની સહમતી આપી બોલાવી ગીર વિસ્‍તારમાં ખાનગી ફાર્મ હાઉસમાં અને અમદાવાદ ખાતે લઈ જઈ અનૈતિક સંબંધો બાંધ્‍યા હતા. ત્‍યારે એક દિવસ યુવતીને યુવક વસીમ ઓસમાણ મેમણ રહે.વેરાવળ આઇ.ડી.ચોહણ સ્‍કુલની સામેની ગલીમાં વાળાએ જણાવ્‍યું હતું કે મારા લગ્ન નિકાહ થઈ ગયેલાં છે. અને બે બાળકો છે આમછતાં આપણાં સમાજ માં બીજાં લગ્ન નિકાહ કરવાની છુટ છે જેથી મારી પહેલી પત્‍ની ને સમજાવી નિકાહ કરીશું.વેરાવળ નાં યુવકે પોતાની પહેલી પત્‍ની સાથે ફોન પર યુવતીને વાત પણ કરાવી હતી અને પ્રથમ પત્‍ની એ સહમતી આપી હતી. અચાનક દોઢેક વર્ષ સંબંધો બાંધ્‍યા બાદ યુવકનું વર્તન બદલાઈ ગયુ હતું. અને કહેવા લાગ્‍યો હતો કે તારાં જેવી મારી પાસે પાંચસો છે જયારે યુવતી પર આભ ફાટ્‍યું હોય યુવક પોતાને સ્‍વીકારી લેશે એવી આશા સાથે છ મહિના જેવો સમય પ્રયત્‍ન કર્યો હતો અંતે પોલીસ સ્‍ટેશનમાં ન્‍યાય માટે પહોંચી ફરિયાદ નોંધાવી છે. યુવકે યુવતીને લગ્ન (નિકાહ) કરવાની લાલચ આપી અવારનવાર યુવતી સાથે જુદીજુદી જગ્‍યાએ મરજી ન હોવા છતાં શરીર સંબધ બાધી બળાત્‍કાર કરીને યુવતી સાથે લગ્ન નહી કરી ગુન્‍હો કર્યા બાબત જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનનાં પોલીસ કોન્‍સ્‍ટેબલઆર. કે. કોડીયાતર અને પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર પી.વી ધોકડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

(12:10 pm IST)