સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ધોરણ-10નું પરિણામ આવે તે પહેલા જ વડોદરાની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ

તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ ;હાલત ગંભીર

વડોદરા : આજે ધોરણ-10 બોર્ડનું પરિણામ આવી ગયું છે. પરંતુ તે પહેલા જ વડોદરાની એક વિદ્યાર્થીનીએ નાસીપાસ થઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ધોરણ-10ની વિદ્યાર્થીનીએ ઘરમાં ફાંસો લગાવીને ગઈકાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેના પરિવારજનોને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હાલ તેની પરિસ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. જોકે, તેણે કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી જાણી શકાયુ નથી. 

(1:25 pm IST)