સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

જુનાગઢમાં હાર્દિક વિઠ્ઠલાણીની હત્યા કરનારાને કડક સજા કરવા વેરાવળ લોહાણા સમાજ દ્વારા આવેદન

વેરાવળ તા. ૨૧ : વેરાવળ લોહાણા સમાજ દ્વારા એસ.પી ને આવેદન અપાયેલ કે જુનાગઢમાં લોહાણા યુવાનની ૧૦ થી વધુ શખ્સોએ નિર્મમ હત્યા કરેલ તેના આરોપીઓ પણ ૩૬ કલાક સુધી ઝડપાયા ન હોય જેથી તમામ આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાયેલ હતી. લોહાણા સમાજના ચીમનભાઈ અઢીયા, ચંદુભાઈ વિઠલાણી, પ્રવિણભાઈ રૂપારેલીયા, દીપકભાઈ કકકડ, રમેશભાઈ ભુપ્તા સહીતના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લોહાણા મહાજન વંડીએ ભેગા થઈ એસ.પી.ને આવેદન પત્ર આપેલ. જેમાં જણાવેલ કે જુનાગઢના હાર્દિક વિઠલાણીની ૧૦ થી વધુ શખ્સોએ નિર્મમ હત્યા કરેલ હતી.

આ હત્યાનું કાવતરૂ ઘડેલ હોય  તે રીતે હત્યા થયેલ છે પોલીસ તંત્ર દ્વારા આવા લુખ્ખા તત્વો સામે કડક પગલા લેવા આ ઘટના અતિગંભીર છે. આવા નિર્દોષ યુવાનો અનેક જગ્યાએ કામગીરી કરતા હોય ફરજના ભાગ રૂપે જવાનું હોય ત્યારે ટોળાએ ચિરાગ અને હાર્દિક ઉપર હુમલો કરેલ હતો. જેમાં હાર્દિક ની હત્યા થયેલ હતી કોડીનારમાં સગીરવયની દીકરીનું પણ આજ રીતે હત્યા કરાયેલ હતી. આવા બનાવો ખુબજ ગંભીર છે જેથીતાત્કાલીક તમામ આરોપીઓને ઝડપી અતિઆકરી સજા થાય તેવી સમાજ દ્રારા માંગ કરાયેલ છે.

(1:05 pm IST)