સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

હર્ષદપુર ગામની સીમમાં જુગારનો અખાડો

ખંભાળીયા પો. સ્ટે.ના ઈન્ચા. પોલીસ ઈન્સ. એ.બી. જાડેજા, પો. હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, પો. કોન્સ. ડાડુભાઈ વજાભાઈ જોગલ, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જીતુભાઈ સામરાભાઈ જામ, હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, નવલદાન આલાભાઈ ગઢવી, પો. સબ ઈન્સ. એ.આઈ. ચાવડા વિગેરે સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો. કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાને હકીકત મુજબ ગોવિંદભાઈ સામતભાઈ ચાવડા રહે. મોટા આસોટા, તા. કલ્યાણપુરવાળો હર્ષદપુર ગામની સીમમાં આવેલ તેમના ભાઈની વાડીમાં જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકીકત મળતા હર્ષદપુર ગામની સીમમાં રેઈડ કરતા (૧) ગોવિંદભાઈ સામતભાઈ ચાવડા આહીર (ઉ.વ. ૪૯) રહે. મોટા આસોટા (૨) સુરેશભાઈ નારણભાઈ રાઠોડ વાણંદ (ઉ.વ. ૪૭) રહે. બંસીધર સ્કૂલની સામે, યોગેશ્વરનગર, ધરમપુર (૩) ભાયાભાઈ જેઠાભાઈ ભાટુ આહીર (ઉ.વ. ૪૫) રહે. ચોખડા ગામની સીમ, તા. ભાણવડ (૪) ડાડુભાઈ જેશાભાઈ ભાટુ આહીર (ઉ.વ. ૩૬) રહે. ચોખડા ગામ (૫) રહીમભાઈ આલીભાઈ અલુવસીયા સંધી (ઉ.વ. ૪૯) રહે. ચોખડા ગામને રૂ. ૧,૫૬,૫૦૦ તથા પાંચ મોબાઈલ ફોન કિં. રૂ. ૩૦૦૦ તથા ત્રણ ફોરવ્હીલ કાર કિં. રૂ. ૨૩,૭૫,૦૦૦ મળી કુલ રૂ. ૨૫,૩૪,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા.

(12:48 pm IST)