સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ટંકારાના લજાઇમાં જોગ આશ્રમે લગ્નવિધી માટે ટોકન દરે સુંદર વ્યવસ્થા કરાઇ

ટંકારા તા.૨૧: ટંકારા તાલુકાના લજાઇ ગામે પરમ પૂજય દયાનશંકર મુકિત નારાયણ બાપુ (જોગ બાપુ)નો આશ્રમ આવેલ છે.

આ જગ્યા ચાલીસેક વર્ષ જુની છે ત્યાં ફકત જોગબાપુની ઝુંપડી હતી અને સેવકો ધર્મપ્રેમીજનો દર્શને જતા હતાં.

પરમ પુજય ગુરૂદેવ જોગ બાપુનુ નિર્વાણ થયેલ છે.

શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ લજાઇ દ્વારા જગ્યાનુ  નવ નિર્માણ કરાયેલ છે. અને સેવાધામ બનાવેલ છે. ત્યાં બારે માસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.

લજાઇ ગામમાં લગ્ન પ્રસંગે સમાજ વાડી કે અન્ય વાડી ન હોવાથી દિકરીના મા-બાપો મુશ્કેલી અનુભવતા હતા.

શ્રી જોગ આશ્રમ નવ નિર્માણ સમિતિ દ્વારા જોગ આશ્રમ ખાતે  વિશાળ રસોઇ ઘર ભોજનાલય ૨૦૦૦ માણસોનું રાંધી ને જમાડી શકાય તેવી વાસણો તા થારી-વાટકા સહિતની સુવિધા કરાવેલ છે.

લગ્ન માટે આઠસોથી વધુ માણસો બેસી શકે તેવો વિશાળ હોલ લગ્ન મંડપ વર કન્યા માટે અલગ રૂમની વ્યવસ્થા કરાયેલ છે. લાઇટ તથા પીવાના પાણીની સુવિધા છે. સામાન્ય દરમાં લગ્ન યોજી શકાય છે. જયારે નબળા લોકોનો ટોકન ચાર્જ લેવાય છે. જોગ આશ્રમ ટંકારા વિસ્તારમાં ઉપયોગી ધર્મ સ્થાનક બનેલ છે.

(11:50 am IST)