સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

સોમનાથમાં દિવ્યાંગોને સાધન વિતરણ

પ્રભાસ પાટણઃ ભારત વિકાસ પરિષદ સોમનાથ અને શ્રી સોમનાથના સહયોગથી તા.૧૮-પ-૧૯નાં રોજ નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય યોજાયેલ હતો. આ કેમ્પમાં જરૂરીયાતમંદ દિવ્યાંગોને ટ્રાઇસીકલ, વ્હિલચેર, કૃત્રિમ હાથપગ, કેલીપર્સ, શ્રવણયંત્ર (સાંભળવાના મશીનો)નું વિતરણ કરી ર૪૦ જેટલા લાભાર્થીને લાભાન્વિત કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતી સામાજીક પ્રવૃતિ અંતર્ગત આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટનાં અધિકારીઓ  દ્વારા રૂપીયા ત્રણ લાખનો ચેક આપી આર્થીક સહાય કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:44 am IST)