સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

કચ્છના મંગલેશ્વર મંદિર અને શિતળા માતાજીના મંદિરની મેટરમાં કેસ ફરીથી ચલાવવાનો આદેશ

રાજકોટ ચેરિટી કમિશ્નર સમક્ષ ચાલતી કાર્યવાહીમાં

રાજકોટ તા.ર૧ : રાજકોટના ઇ.ચા.સંયુકત ચેરિટી કમિશ્નરે શ્રી હરીસિધ્ધી માતાનું મંદિર, મંગલેશ્વર મહાદેવનું મંદિર તથા શિતલામાતાજીનું મંદિર વીરા (કચ્છ)નો કચ્છ નાયબ ચેરિટી કમિશ્નરશ્રી ભુજ દ્વારા નોંધણી અરજીના કામે તા.૧૮-૬-૦૯ના રોજના હુકમ રદ કરીકામ રીમાન્ડ કરતો હુકમ કરેલ હતો.

સદરહુ સંસ્થાની નોંધણી સુંદરગીરી સેજગીરી ગોસ્વામી વિગેરેએ ભુજ પ્રદેશ ચેરિટી કમિશ્નર પાસે કરાવેલ હતી, જે હુકમથી નારાજ થઇ પ્રવિણ ભદ્રમેરજી ગોરજી અધ્યક્ષ મોટી પોશાળ જાગીર ભુજનાએ રીવીઝન રાજકોટ મુકામે દાખલ કરતા અરજદારના એડવોકેટ રાજેશ યુ. પાટડીયાની રજુઆતો ધ્યાને લેતા આ કામમાં મિલ્કતની નોંધણી સમયે માલીકી અંગેના કોઇ જ આધાર રજુ કરેલ ન હોઇ, સોગંદનામામાં પણ ખોટીહકીકતો દર્શાવેલ અને મદદનીશ ચેરિટી કમિશ્નરશ્રીએ તેમજ પ્રોપર ઇન્કવાયરી કરેલ ન હોઇને સઘળા દસ્તાવેજી પુરાવો ધ્યાને લઇ તા.૩૦-૦૪-૧૯ના હુકમથી નોંધણી રદ કરી ગુણદોષ પર ફરીથી ચલાવવા રીમાન્ડ કરેલ છે.

(11:40 am IST)