સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

હળવદનાં રણમલપુરની વાડીની ઓરડીમાં જુગાર રમતા ૬ ઝડપાયાઃ ૧ ફરાર

હળવદ, તા.૨૧: મોરબી જીલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલાની સૂચનાથી હળવદ પીઆઇ એમ,આર, સોલંકીના માર્ગદર્શન નીચે પીએસઆઇ પીજી પનારા બીપીન ભાઈ, યોગેશદાન, મુમાભાઈ, મનહરભાઈ, વગેરે સ્ટાફ એ હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ ગીરીશભાઈ જગદીશભાઈ પટેલ ની વાડી ની ઓરડીમાં સાંજના સુમારે દરોડો કર્યો હતો.

જેમાં (૧) ભરતભાઈ મગનભાઈ ગોપાણી રહે, ઘનશ્યામગઢ (૨) સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા રહે, રણમલપુર (૩) અશોકભાઈ નાગજીભાઈ કોળી રે ગોરી દરવાજા હળવદ (૪) અજીત સોમાભાઈ કોળીરહે,ગોરીદરવાજે, હળવદ (૫ ) રમેશ રૂપાભાઈ કોળી રહે, હળવદ (૬ ) નિઝામ વલી મોહમ્મદ ભટ્ટી રહે ગોરી દરવાજા હળવદ તીનપતિનો નો જુગાર રમતા ઝડપી પાડયા હતા જેમાં રોકડા રૂપિયા ૮૩ ,૯૦૦ તથા મોબાઇલ ૪ની કિંમત ૨૦૦૦ તથા ઈકો ગાડી નંબર જીજે ૩૬ બી ૮૫૨૭ રૂપિયા ૩ લાખ તથા પાથણુ ૩૦૦ કુલ રૂ.૩.૮૫.૯૦૦ ના મુદામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે એક ફરાર જુગારી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:39 am IST)