સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ભાવનગરમાં રવિ ફલેટનાં ઇલેકટ્રીક મીટર સેકશનમાં આગથી સામાન ભસ્મીભૂત

ભાવનગર તા. ર૧ :.. ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલ રવિ ફલેટના ઇલેકટ્રીક મીટર સેકશનમાં આગ લાગતા ફાયર બ્રીગેડ વિભાગનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.

ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલ રવિ ફલેટના ઇલેકટ્રીક મીટર સેકશનમાં બપોરના સમયે કોઇ કારણોસર આગ લાગતાં ફાયર બ્રીગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને આગ બુઝાવી હતી.આગની ઘટના અંગે પાર્થભાઇએ માહિતી આપી હતી.

આગની આ ઘટનામાં સાત જેટલા ઇલેકટ્રીક મીટર બી. એસ. એન. એલ.નું ડીપી તથા બાજુમાં પાર્ક કરેલ સાયકલ આગની લપેટમાં આવી ગયા હતી.

(11:37 am IST)