સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

તું હરી તુ ગાડુ મારૂ કયા લઈ જાઇસ કાઈ નો જાણુ

કોટડાસાંગાણીઃ સ્વાભાવિક રીતે દરેક માતાપીતા પોતાના બાળકના ભવિષ્યની ચીંતા કરી તેમના ભણતર પાછળ લાખો રૂપીયાના ખર્ચાઓ કરતા હોઈ છે. પરંતુ હજુ આજેય રખડતુ ભટકતુ જીવન જીવતા ઘણા પરીવારના બાળકોએ કદાચ સ્કુલ કેવી હસે તે પણ નહી જોઈ હોઈ અને તેઓને બે ટક જમવાનુ પણ માંડ માંડ મળતુ હોઈ છે ત્યારે સરકાર ભલે ભારતમાંથી ગરીબી હટી હોવાના દાવાઓ કરતી હોઈ પરંતુ હજુએ ઘણા પરીવાર મકાન અને ગામ વીહોણા જોવા મળે છે ત્યારે કોટડાસાંગાણી રાજકોટ માર્ગ પર એક ગરીબ પરીવારનો મોભી તેમની પત્ની અને બાળકો તેમજ બકરી અને શ્વાન સાથેનો ઉછાળો ભરીને એક ગામથી બીજે ગામ બળદગાડામાં જઈ રહ્યા છે ત્યારે તે મનમા એજ વીચારતો હસે કે હરી તું ગાડુ મારૂ કયાં લઈ જાઇસ કાંઈ નો જાણુ.(તસ્વીર.અહેવાલઃ કલ્પેશ જાદવ.કોટડાસાંગાણી)

(11:35 am IST)