સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

માળીયા મિંયાણા પાસે ટ્રકે બે ભેંસ સહિત ૪ પશુને હડફેટે લીધા

મોરબી, તા. ર૧ : માળિયા મિંયાણા નજીક ટ્રકના ચાલકે બે ભેંસ સહિત ચાર પશુને ઠોકર મારી હતી.

માળિયા (મી.) ના વીડી વિસ્તારમાં રહેતા ગફુરભાઈ વલીમાંમદ સંઘવાણી (ઉ.વ.૫૮) નામના વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી શકિતસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૩૮) રહે નખત્રાણા કચ્છ વાળાએ તેનો ટ્રક નં જીજે ૧૨ ઝેડ ૪૯૦૮ પુરઝડપે ચલાવી બે ભેંસ અને એક પાડી તથા એક પાડાને ઈજા કરી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે

(11:35 am IST)