સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

જસદણના કાળાસરમાં ફ્રીઝનો ગેસ લીક થયા બાદ કમ્પ્રેશર સુધી પહોંચતા વિસ્ફોટ થયાનુ ખુલ્યુ

આટકોટ-જસદણ તા.૨૧: જસદણના કાળાસરમાં ખેડૂત પરિવારના ઘરે વિસ્ફ્રોટ થતા દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. અને આગ ભભુકી ઉઠતા ભારે નુકશાન થયુ હતુ ત્યારે આ વિસ્ફોટ ઘરમાં રહેલા ફ્રીઝનો ગેસ લીક થયા બાદ ગેસ કમ્પ્રેશર સુધી પહોંચી ગયો હતો અને આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો. તેમ જસદણ પોલીસે જણાવ્યુ હતુ.

જસદણના કાળાસર ગામે રહેતા બાબુભાઇ પોપટભાઇ સાનેપરાનો પરિવાર મોડી રાત્રિના સુતો હતો. ત્યારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થતા સ્લેબ દિવાલો તૂટી ગયા હતા અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી.

આ બનાવની જાણ થતા જસદણ નગરપાલિકાનો ફાયરબ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવી હતી વિસ્ફોટ રસોડામાં થયો બાજુના રૂમમાં ખેડુત પરિવાર સુતો હતો તેથી તેમનો બચાવ થયો હતો.

(11:32 am IST)