સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

વાંકાનેરમાં ગર્લ્સ હાઇસ્કૂલમાં તસ્કરો ખાબકયાઃ રોકડ ન મળતા તોડફોડ કરી

વાંકાનેર પંથકમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ ગર્લ્સ હાઇસ્કુલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ કંઇ ન મળતા તોડફોડ કરી નાસી છુટયા હતા.

વાંકાનેરના દિવાનપરામાં આવેલ નગરપાલિકા સંચાલીત ગલ્સહાઇસ્કુલના પાછળની ભાગના ગ્રીલના તાળા તોડી ઓફીસ,કલાર્ક રૂમ,રેકડ રૂમના તાડા તોડી આચાર્ય રૂમના કબાટના તાળા તોડી ચોપડા સહીતનું સાહીત્ય વેર વિખર કરી ઓસરીના બે નંગ સી.સી.ટીવી. કેમેરા તોડી પાડેલ તેમજ ઓફીસમાં રહેલુ એલ.સી.ડી. ટીવી નો ગ્લાસ પણ તોડી પાડી રૂ.૧૧૯૫૦ નુકશાન કરી અજાણ્યો શખ્સ નાશી છુટયો હોવાની ફરીયાદ શાળાના આચાર્ય ગીતાબેને નોંધાવી છે.

આ ફરીયાદને પગલે શહેર પોલીસના એ.એસ.આઇ.પી.એમ.સોલંકી, હે.કો.નારણભાઇ ગલ્સ હાઇસ્કુલે દોડી ગયેલ અને જરૂરી પ્રક્રિયા હાથ ધરેલ સ્કુલમાંથી કાઇ રોકડ હાથ નહી લાગતા ક્રોધે ભરાયેલા તસ્કરે સ્કુલમાં પડેલા કુહાડાથી બે સીસીટીવી કેમેરા અને મોનીટરીંગ માટેનું એલ.સી.ડી., સોકેશના કાચ તોડી પાડ્યા હતા.

બે-ત્રણ દિવસ પહેલા દિવાનપરામાં અને ગઇ કાલે રાત્રે સીપાઇ શેરીમાં પણ ચોરીનો પ્રયાસ થયાની શહેરમાં ચર્ચા શરૂ થઇ છે ત્યારે વાંકાનેર શહેર પોલીસ રાત્રી અને દિવસનું પેટ્રોલીંગ સઘન બનાવે અને તસ્કરોને પકડી પાડી તેવી પ્રજામાંથી માંગઉઠી રહી છે.

(11:31 am IST)