સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાંથી મળેલ લાશ

સુરેન્દ્રનગરમાં લાશો મળવાનો સિલસિલો યથાવત છે. દૂધરેંજ નર્મદા કેનાલમાં થી ફાયર બ્રિગેડના જવાનોએ લાશ કાઢી છે. આ મરનાર યુવક કોણ છે કેવી રીતે મર્યો તે હકીકત તેની ઓળખ પી.એમ પછી ખુલશે. ઝાલાવાડમાં ચિંતાજનક રીતે ઝાડે લટકતી કે હત્યા કરેલી કે ડૂબેલા મૃતદેહો મળી રહ્યા છે. કેટલાક સમયથી રહસ્યમય રીતે અજાણી લાશ મળી રહી છે. ગઈ કાલે દુધરેજની નર્મદા કેનાલમાંથી એક બીનવારસી ડેડબોડી બહાર કાઢતાં સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાના આદેશથી ફાયર બ્રિગેડના અનુભા ઝાલા યુવરાજસીંહ સંજયભાઇ ગોપાલભાઈ અને ચેતનભાઇ તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(11:30 am IST)