સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

મીઠાપુરમાં બે દિવસ માટે મહિલા સ્વરક્ષણની તાલીમ

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર આશિર્વાદ પાર્ટી પ્લોટ ખાતે બે દિવસ માટે મહિલા સ્વરક્ષણની તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ, ટાટા કેમિકલ્સ સોસાયટી રૂરલ ડેવલોપમેન્ટના સંયુકત ઉપક્રમે યોજવામાં આવી હતી. આ તાલીમમાં મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદાજીત ૧૫૦ જેટલી મહિલાઓએ તાલીમ પ્રાપ્ત કરી હતી કે જેમા ટાટા કંપનીના ટીસીએસઆરડી સંસ્થામાં કામ કરતી, પિંક ઓટો રિક્ષાચાલક તેમજ સિકયુરીટીવાળા બહેનોએ સ્વરક્ષણ માટેની તાલીમ મેળવી હતી. આ કાર્યક્રમના ઉદઘાટનમાં ટાટાના એચ.આર. હેડ દિનેશ બી. શુકલા, એસ.એન.ડી.ટી.ના મંગુભાઈ ચાવડા ઉપરાંત મીઠાપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહિલા અધિકારી ચંદ્રકલાબા ડી.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વકતવ્ય દ્વારા ત્યાં ઉપસ્થિત મહિલાઓને મોટીવેટ કર્યા હતા. આ તાલીમમાં ટ્રેનર હરદાસભાઈ કારેઠા દ્વારા ખૂબ જ સમજાવટથી તાલીમ અપાઈ હતી. આ બાબતે શ્રી ચંદ્રકલાબા બી. જાડેજાને પૂછતા તેઓએ જણાવેલ કે મહિલાઓ એ આવી ટ્રેનીંગ ખાસ લેવી જોઈએ તથા સમય આવ્યે પોતાના બચાવ સમયે આ તાલીમનો ઉપયોગ પણ કરવો જોઈએ. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:30 am IST)