એક તરફ લગ્નનો મંડપ રોપાતો'તો બીજી તરફ પાણી મુદે ધીંગાણુ
તળાજાનાં તરસરા અને ગોરખી ગામના લોકો વચ્ચે મારામારીઃ યુવક ગંભીર, ૮ ઘાયલ
ભાવનગર, તા.૨૧: તળાજા તાલુકામાં છે્લ્લા કેટલાંક દિવસથી મારામારી વગરનો એકપણ દિવસ જતો નથી. જાણે કાયદાનો ડર જ ન હોય તેમ એકબીજા હથિયાર લઈને લોહિયાળ મારામારી પર ઉતરી પડે છે. જેમાં આજે સાંજના સમયે તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નંખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે બવા પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થવા પામેલ. જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળેલ છે. બનાવના પગલે લોકોમાં સનખ્યાંમાં દોડી આવ્યા હતા.
સશષા મારામારી ના બનાવની તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયાને ગંભીર ઇજાઓ સાથે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. જેમાં બંનેને માથાના ભાગે ઇજાઓ થવા પામેલ. ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોય હેમરેજની સંભાવના હોય ભાવનગર બન્ને પિતા પુત્ર ને રીફર કરેલ.
જયારે સામાં પક્ષે તરસરાનો પરિવાર છે. તળાજા ૧૦૮ દ્વારા એક અપંગ વૃદ્ધ એક મહિલા સહિત છ ઇજાગ્રસ્તને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ.જેમાં બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા,મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમારને નાની મોટી ઇજાઓ થવા પામેલ.
ઇજાગ્રસ્ત અશોકભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે પોતાના ઘેર લગ્નનો મંડપ રોપાતો હતો. તેવા સમયે પાણી ભરવાની બાબતે ગામમાંજ રહેતા મકવાણા અને તેના સગા ગોરખી ગામે રહેતા હોય હુમલો કરવા આવેલ.
બનાવના પગલે તળાજા હેડ.કો.બોરીચા અને પોલીસ જવાનો હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા. હોસ્પિટલ ડો.પારસ પનોત તથા સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
બે વ્યક્તિને હાથ પર બચકા ભરી ગયા
તળાજા સરકારી દવાખાના પરથી મળતી વિગતો મુજબ જૂની છાપરી ગામના દેહુર ગિલાભાઈ ભુવા ઉ.વ.૨૩, માયાભાઈ ગિલાભાઈ ભુવાને તેમના જ પરિવારજનોમાંથી કોઈ બટકા ભરી જતા હાથના ભાગે ઇજાઓ થયેલ હતી.