સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

સાણથલીમાં મધ્યપ્રદેશની મહિલા સંગીતાનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૨૧: જસદણના સાણથલી ગામે ભરતભાઇ પટેલની વાડીમાં પતિ સહિતના પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની સંગીતાબેન જીતેન ભીલ (ઉ.૨૫) સાંજે સાતેક વાગ્યે ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. બે સંતાન છે. આપઘાતનું કારણ જાણવા જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:40 am IST)