સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

મેંદરડા માર્કેટ યાર્ડમાં દરરોજ ૧૦ લાખ એક માસમાં ૩ કરોડની અધધ આવક

તાલુકાના ખેડુતો બજાર સમિતિ દ્વારા માલ વેચીને સારો નફો રળે છે : દરેક ખેત પેદાશોના ભાવ સારા મળતા ખેડુતો ખુશખુશાલ

મેંદરડા તા.ર૧ : માર્કેટીંગ યાર્ડમાં ૧ માસ પુરો થતા રૂ. ૩ કરોડની આવક થઇ તેમજ રોજની રૂ ૧૦ લાખ રૂા.ની આવક થાય છે. મેંદરડા માર્કેટીંગ યાર્ડ ચાલુ થતા જ ખેડુતો તરફથી ભારે પ્રતીસાદ મળી રહ્યો છે. મેંદરડા તાલુકા તથા આસપાસના તાલુકાના ખેડુતો મોટી સંખ્‍યામાં પોતાના ખેતપેદાશ મેંદરડા બજાર સમીતી મારફત વેચાણ કરી સારા ભાવો મેળવી રહ્યા છે.

એક માસ દરમીયાન ૩ કરોડથી વધારે માલનું વેચાણ ખેડુતોએ યાર્ડ મારફત કરેલ છે.

હાલ બીજા માર્કેટીંગ યાર્ડ કરતા મેંદરડા માર્કેટીંગ યાર્ડના ભાવ સારા જોવા મળ્‍યા હતા ઘઉં, ૩પ૦ થી ૪૦૦ રૂા. ચણા ૮૦૦ થી ૮પ૦ રૂા. તુવેર ૧૧૦૦ થી ૧૧પ૦ મગફળી, ૯૦ થી ૧૧૧૧ રૂા. એરડા, ૯૦પ થી ૧૦૪૧, તલ ર૧૦૦ થી રર૪૦ તલકાળા રપ૦૦ થી ર૭૦૦, જીરૂ ૧૪૦૦ થી ર૯૪પ, ધાણા ૧રર૦ થી ૧૩રર મગ ૯૬પ-૯૯૯ વાલ ૯૦૦-૧૦૭પ મેથી ૪પ૦-પ૧પ, લસણ ૮પ૦-૧૦૧૦ ચાલતા હોવાનું યાર્ડના ચેરમેન એલ.ટી.રાજાણી સેક્રેટરી દીપકભાઇ અભાણીએ જણાવેલ છે.

(10:09 am IST)