સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

સુરેન્દ્રનગરમાં તોબા પોકારતી ગરમીઃ મહતમ તાપમાન ૪પ. ૩ ડીગ્રીઃ અમદાવાદમાં ૪૩.૪, ભુજમાં ૪૩.ર , ગાંધીનગર -ડીસામાં ૪૩.૦ ડીગ્રીઃ રાજકોટ ૪ર.પ ડીગ્રી

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં આકરા ઉનાળાનો અનુભવ થઇ રહયો છે અને તોબા પોકારતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આજે રાજયની સૌથી વધુ ગરમી પડી છે. સુરેન્દ્રનગરમાં આજનું મહતમ તાપમાન ૪પ.૩ ડીગ્રી નોંધાયું છે.

જયારે અમદાવાદમાં ૪૩.૪, ભુજમાં ૪૩.ર, ગાંધીનગર અને ડીસામાં ૪૩.૦ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જયારે વલ્લભ વિદ્યાનગરમાં ૪ર.૬, રાજકોટ ૪ર.પ, અમરેલી ૪ર.ર, વડોદરા ૪૧.૬, ન્યુ કંડલા ૩૮.૬, ભાવનગર ૩૮.૦, પોરબંદર ૩પ.પ, ઓખા ૩૩.૮, નલીયા ૩૮.૦ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

 

(7:34 pm IST)