સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

જામનગર ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન પદે અશોક લાલઃ વાઈસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ ઝાલા બિનહરીફ

 જામનગર, તા. ૨૧ :. જામનગર ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન તરીકે અશોકભાઈ લાલની બિનહરીફ વરણી કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન પદે પ્રવીણસિંહ ઝાલાની બિનહરીફ નિયુકિત થઈ છે. ડીસ્ટ્રીકટ બેન્કના મેનેજીંગ ડીરેકટર પદે જીવણભાઈ કુંભરવાડીયા વરણી કરવામાં આવી છે. જ્યારે એપેકસ બેન્કના ડાયરેકટર પદે દિલીપભાઈ પદે નિયુકિત કરવામાં આવી છે.

જામનગર ડિસ્ટ્રીકટ બેન્કમા છેલ્લી કલાકો સુધી ચાલેલા જંગ બાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો. આ પ્રકરણમાં હજુ કોઈ કાનૂની વિવાદ થાય તેવી શકયતા છે.

૩ વર્ષ પહેલા બેન્કની ચૂંટણી થઈ હતી. આ પ્રકરણમાં કોર્ટમાં કેસ પણ દાખલ કરાયો હતો.

(3:55 pm IST)