સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

સુરેન્દ્રનગરમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશઃ ૩૫ બેરોજગારો પાસેથી નાણા-ડોકયુમેન્ટ પડાવી લીધા

 વઢવાણ તા.૨૧: સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં દુકાન ભાડા પેટે રાખી અને આણંદ-નડીયાાદ બે શખ્સોએ સુરેન્દ્રનગર માં કોલ સેન્ટર ઉભુ કરેલ હતું. આ બન્ને શખ્સો એકવાગાર્ડ કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી ૩૫ જેટલા બેરોજગાર યુવાનો પાસેથી પોતા પાસે રહેલાા ડોકયુમેન્ટ લઇ લઇને રૂ. ૧૫૦ નું ઉઘરાણી સુરેન્દ્રનગરમાં આણંદ અને  નડીયાદનના યુવકે શરૂ કરેલ હતું.

ત્યારબાદ કેટલાક  બેરોજગાર યુવકોને શંકા જતા યુવકો દ્વારા એકવાગાર્ડની મુખ્ય બ્રાંચ ઓફિસનો કોન્ટેક કરાતા એકવાગાર્ડ કંપનીએ સુરેન્દ્રનગરમાં આવા કોઇ જ કોલ સેન્ટર શરુ ન કર્યો હોવાની જાહેરાત કરવામાં આવતા અને આવા કોઇજ માણસો ને એમના આફિસમાંથી બેસાડાયા ન હોવાનું જણાવતા ૩૫ જેટલા બેરોજગાર યુવકોમાં ભારે રોષ છવાયો હતો ત્યારે કોલ સેન્ટર શરુ કરનાર બન્ને શખ્સોને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.

ત્યારે શિક્ષિત બેરોજગારો પાસે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ અને જરૂરી ડોકયુમેન્ટ એકત્રિત કરી અને અરજી કરવા પેટેના રૂ. ૧૫૦નું ઉઘરાણું આ બન્ને શખ્સો કરતા હતા ત્યારે માત્ર બેજ દિવસ માં આ ઓફિસમાં ૩૫ થી ૪૦ જેટલા શિક્ષિત બેરોજગાર યુવકો ભોગ બન્યા હતા. અને આ શિક્ષિત બેરોજગારોને માસિક નોકરી મા પગાર રૂ. ૬૫૦૦ થી ૭૫૦૦ આપવાની લાલચ પણ આપતા હતા.

એકવાગાર્ડ કંપનીમાં પોતે પોસ્ટ મેનેજરની નોકરી હોવાની વાતો પણ વહેતી કરવામાં આવેલ હતી. ત્યારે ભોગ બનેલા યેુવક યુવતીઓને ખબર પડતા મામલો ગંભીર બન્યો હતો અને વાત વણસતા મામલાને દબાવવા માટે ૧૦ જેટલા ભોગ બનેલા શિક્ષિત બેરોજગારોને નાણા પણ પરત કરવામાં આવ્યા હતા. ત્યારે આ બોગસ કોલ સેન્ટરના બન્ને સંચાલકો તો પોબારા ભણી ગયા છે. યુવકો બેરોજગારો ભોગ પણ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગરના એ ડિવિઝન પોલીસ મથકમાં આવી કોઇપણ પ્રકારની ફરીયાદ ન મળી હોવાનું હાલમાં જાણવા મળી રહયું છે.

(3:41 pm IST)