સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

માંડાસણ ગામે દવા લેવા જવાનું બીજા દિવસનું કહેતા લાગી આવતા પત્નિ સળગી મરી

જામનગર તા. ૨૧ : માંડાસણ ગામે રહેતા પ્રવિણભાઈ ઉર્ફે મુનો મંગાભાઈ બેડવા ઉ.વ.૩૩ એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રૂપાબેન પ્રવીણભાઈ ઉર્ફે મુનો મંગાભાઈ બેડવા ઉ.વ.ર૬, રે. માંડાસણ ગામ, તા. જામજોધપુરને આંખો દુઃખતી હોય જેથી દવાખાને જવાનું તેમના પતિને કહેતા તેમના પતિ એ જણાવેલ કે આજરોજ રવીવાર છે. આવતીકાલે દવાખાને જવાનું કહેતા રૂપાબેનને લાગી આવતા પોતે પોતાના હાથે કેરોસીન છાંટી સળગી જઈ મરણ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડમાં આવેલ કુંભનાથ પરામાં રહેતા હકાભાઈ બલાભાઈ મકવાણા ઉ.વ. ૪ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, મણવર ખીજડીયા રણુભા જાડેજાની વાડીએથી રામો રમેશભાઈ દેગામા કોળી ઉ.વ. રપ વાળો ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ કરી લઈ જઈ ગુન્હો કરેલ છે.

મોટર સાયકલ ટકરાતા ઇજા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દિનેશ ગોપાલભાઈ મસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, વાસંજાળીયા ગોલાઈમાં દિનેશભાઈના કાકા મોટર સાયકલ લઈ પોરબંદરથી સતાપર ગામે કડીયાકામ કરવા જતા હતા તે વખતે મોટરસાયકલ ચાલકે ફરીયાદી દિનેશભાઈના કાકા ને એકસીડન્ટ કરી માથાના ભાગે તથા જમણી આંખ માં ઈજા કરી ગુનો કરેલ છે.

જામજોધપુરમાં જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. મહીપાલસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુર ટાઉનમા જુની નગર પાલિકાવાળા એપાર્ટમેન્ટની લોબીમાં આશીષ ચમનભાઈ ખાંટ, જીમેશભાઈ મગનભાઈ વડાલીયા, અર્જુન પરેશભાઈ માકડીયા, રવીભાઈ અરવીદભાઈ રાબડીયા તથા પટેલ નામનો શખ્સ જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૮ર૦૦ તથા ગંજીપતાના પાના નંગ–પર સાથે ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:41 pm IST)