સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

જુનાગઢનાં મનીષાબેન વૈશ્નવની હત્યા કરનાર ફિરોજ ગફારને કોર્ટ હવાલે કરવા તજવીજ

જેટકોનાં મહિલા અધિકારીની સરાજાહેર હત્યાથી લોકો સ્તબ્ધ

 જૂનાગઢ તા. ર૧ :.. જૂનાગઢનાં નાગર મનીષાબેન વૈશ્નવનાં હત્યારા ફીરોજ ગફારને પોલીસે કોર્ટ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

શહેરમાં તળાવ દરવાજા પાસે આવેલ વિજય એપાર્ટમેન્ટમાં રહેતા વીમા અધિકારી હબીબ ઉર્ફે કાનાભાઇ નિરંજનભાઇ વૈશ્નવ અને તેમના પત્ની મનીષાબેન (ઉ.પર) રવિવારે અલગ અલગ ટુ વ્હીલમાં કેરી ખરીદવા ગયા હતાં.

ત્યારે સવારે કોમ્પલેક્ષ પાસેની શેરીમાંથી પુરપાટ ઝડપે એકટીવા પર આવેલ જેતપુરનો ફીરોજ ગફાર નામનો શખ્સ મનીષાબેનનાં એકટીવા સાથે અથડાયો હતો. જેનાથી ઉશ્કેરાઇ જઇને ફીરોજે છરીનો ઘા ઝીંકી દેતા મનીષાબેન ઢળી પડયા હતાં.

તેમને ડો. ચિખલીયાની હોસ્પિટલ લઇ જવાયા હતાં. જયાં તેમને મૃત જાહેર કરાયા હતાં.

માણાવદર ખાતે જેટકોમાં ફરજ બજાવતા મનીષાબેન વૈશ્નવનો હત્યારો ફીરોજ ગફાર નાસી જાય તે પહેલા તેને લોકોએ પકડી પાડી પોલીસનાં હવાલે કરી દીધો હતો.

હત્યાનાં પગલે બી. ડીવીઝનના પી. આઇ. પટેલે સ્ટાફ સાથે દોડી જઇ આરોપીની ધરપકડ કરી હતી.

મનીષાબેનની સરા જાહેર હત્યાથી નાગર સમાજ હચમચી ઉઠયો હતો. આ અંગેની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ દોડી ગયા હતાં. તપાસનીશ પી. આઇ. પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ફીરોઝ ગફાર અગાઉ જૂનાગઢ રહેતો હતો અને ૩ દિવસથી જૂનાગઢ આવેલ. તેની પાસેથી છરી કબ્જે લેવામાં આવી છે. બપોરે તેને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:40 pm IST)