સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

રીબડાના સ્વ. રામદેવજીસિંહ જાડેજાની સ્મૃતિમાં ૧૭ મો રક્તદાન કેમ્પ યોજાયો SGVP ગુરુકુલના પુરાણી શ્રી બાલક્રુષ્ણદાસજી સ્વામીએ ૭૫મી વખત રક્તદાન કર્યું

રાજકોટ, તા : ૨૧, અત્યારે ઝડપી અને ખર્ચાળ સમયમાં દર્દીને લોહીની જરૂરિયાત વર્તે ત્યારે વારંવાર મુશ્કેલીઓ અને ખર્ચ ભોગવવો પડે ત્યારે આવા સમયે જગતસિંહજી એમ. જાડેજા (રીબડા) દ્વારા સ્વ. રામદેવજીસિંહ જાડેજાની સ્મૃતિમાં દર વર્ષે બે વખત રકતદાન કેમ્પ યોજવામાં આવે છે. 

        તાજેતરમાં તા : ૧૮ મે ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) સંચાલિત SGVP ગુરુકુલ રીબડાના સંચાલક પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સ્કોડા શોરૂમ ગોંડલ રોડ રાજકોટ ખાતે જગતસિંહજી જાડેજા દ્વારા સ્વ. રામદેવજીસિંહ જાડેજાની ૧૭મી પુણ્યસ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ૭૫મી વખત રક્તદાન કર્યું હતું.

        આ કેમ્પમાં આજે ૩૫૦૦ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને અત્યાર સુધીમાં ૯૫,૩૭૮ રક્તદાતાઓએ રક્તદાન કરેલ છે.

            પ્રથમ રક્તદાતાઓની પૂર્ણ મેડીકલ તપાસ કરવામાં આવે છે. રક્તદાતા આવતા તેનું ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે,. રક્તદાન કર્યા બાદ તેમને ચા, કોફી, દૂધ, બિસ્કીટ તેમજ ભરપેટ સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. રક્તદાતાઓને પ્રમાણપત્ર, ઉપયોગી ભેટ અને જવા માટે વાહનની વ્યવસ્થા કરી દેવામાં આવે છે.  

(12:40 pm IST)