સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

જળસંચયના કારણે ગુજરાતમાં એક નવી જળક્રાંતિ આકાર લેશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ધોરાજીના ગુંદાળા ગામમાં કામગીરીનું નિરીક્ષણ

ધોરાજી તા.  ૨૧ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર મંત્રી મંડળના મંત્રીઓ દ્વારા સમગ્ર રાજયમાં ચેકડેમો તળાવો, નદીઓ ઉંડી ઉતારવાની કામગીરી ચાલુ છે.

ધોરાજી નજીક ગુંદાળા ગામે ડેમમાંથી માટી કાઢવાની કામગીરી દરમિયાન ધોરાજીના પત્રકારે શુભેચ્છા મુલાકાત લઇને શુભેચ્છા આપી હતી.

આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે, સમગ્ર રાજયમાં જળક્રાંતી થાય અને રાજયમાં આવેલ ચેકડેમો, તળાવો, નદીઓ વગેરેમાં માટીકાપ કાઢી ઉંડા ઉતારવાની કામગીરી થી સમગ્ર રાતના તળાવો ડેમો અને નદીઓમાંથી કાપ જે ખેડુતોને પોતાના ખેતરોમાં જે માંટીથી ખૂબ ફાયદો થશે.

પાણીની જળસંગ્રહ શકિત વધશે અને જળ તળ ઉંચા આવશે અને ખેતીને મોટો ફાયદો થશે એમ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ.

 

(12:34 pm IST)