News of Monday, 21st May 2018
કચ્છના રાપરમાંથી હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા
જુનાગઢ તા ૨૧ : કચ્છના એસ.પી. ભાવનાબેન પટેલની સુચનાથી રાપર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.એલ.રાઠોડ તથા પ્રો. પી.એસ.આઇ. એચ.એમ. પટેલ સહિતના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રાપર પાવર હાઉસ પાસેથી મનજી રૂપા પિરાણા પરવાનગી વગર ભારતીય બનાવટની પિસ્ટલ કિ.રૂા ૧૦ હજાર સાથે ઝડપી લીધો હતો તેમજ દિનેશ રામજી પિરાણાને પરવાના વગરના દેશી તમંચા કિ. રૂા ૨૦૦૦ સાથે ઝડપી લીધો હતો આ તમંચો તેણે મનજી રૂપા પાસેથી લીધો હોવાનું જણાવેલ આ બન્ને શખ્સો એકબીજાને મદદગારી કરી હથીયારબંધી ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત પોલીસે ગુન્હો રજીસ્ટર કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.(૩.૨)
(12:30 pm IST)