સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૫૦ ટકા નાયબ મામલતદારો અને કલાર્કની ઘટ

 ખંભાળીયા તા. ૨૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લા છેવાડાનો જિલ્લો હોય તથા અહી રેવન્યુ વિભાગ ઉચ્ચકક્ષાએથી જાણે બેદરકાર રહેતો હોય અને ધ્યાન ન દેતા હોય તેમ અહી ૫૦% જેટલી કારકુનોની જગ્યા ખાલી પડી છે.

તેવી જ સ્થિતિ સિનિયર કલાર્કોની પણ છે. તેમાં સરકારના નિયમ મુજબ નવા બનેલા જિલ્લામાં નવા નિમાયેલા નાયબ મામલતદારોને એક સાથે તાલીમ માં મોકલવા પરિપત્ર થતા દેવભૂમિ જિલ્લામાં નવા આવેલા ૧૪ નાયબ મામલતદારો મે માસથી જૂલાઇ માસ સુધી બે માંસની લાંબી ટ્રેનીંગમાં ગાંધીનગર જતા વહીવટ ઠપ્પ જેવી સ્થિતીમાં થઇ ગયો છે.

હાલ ફિકસ પગાર અને આઉટસોર્સીંગથી ગાડુ ગબડાવવું પડે તેવી સ્થિતિ છે તો રજાના દિવસે પણ કામ કરવુ પડે તેવી સ્થિતી થવા પામી છે. તો અનેક શાળાઓમાં વહીવટ ઠપ્પની સ્થિતિ થઇ ગઇ છે.(૪૫.૬)

(12:29 pm IST)