સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

ગોંડલમાં પટેલ વેપારીના ઘરમાં તસ્કરો ખાબકયાઃ ૩.૧૨ લાખની મતાની ચોરી

પટેલ પરિવારના સભ્યો અન્ય રૂમમાં સુતો'તોને તસ્કરો ઘર સાફ કરી ગયા

ગોંડલ તા.૨૧: ગોંડલમાં પટેલ કોલોનીમાં તસ્કરો પટેલ વેપારીના મકાનને નિશાન બનાવી ૩.૧૨ લાખની મતા ચોરી કરી ગયા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં દુકાન ધરાવતા અને પટેલ કોલોનીમાં રહેતા નરેન્દ્રભાઇ અરજણભાઇ કાલરીયાના રહેણાક મકાનમાં ગતરાત્રીનાં તસ્કરોએ ગ્રીલ તોડી રૂમમાં પ્રવેશી તિજોરી તોડી તેમાં રાખેલા રોકડા રૂ. ૨,૬૦,૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના રૂ. ૫૨,૫૦૦ મળી કુલ રૂ. ૩,૧૨,૫૦૦ ના મુદામાલ ની ચોરી કરી જતા પોલીસ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ રાદડિયા એ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પટેલ પરિવાર ના સભ્યો અન્ય રૂમમાં સુતા હોય તસ્કરોએ તે રૂમ ને બંધ કરી ઠંડા કલેજે ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હતો.(૧.૯)

 

(12:29 pm IST)