સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

વિજયભાઇના ૧ર હજાર તવાળો ઉંડા કરવાના અભિયાનમાં યુવા વર્ગને જોડવા ૧૦૦ થી 'યે વધુ બાઇક રેલીઃ ડો. ઋત્વિજ પટેલ કચ્છમાં

ભુજ તા. ર૧ : શનિવાર અને રવિવાર એમ બે દિવસ ગાંધીધામ તેમજ જ ભુજમાં બાઇક રેલી દવારા જળસંચયનો સંદેશો કચ્છમાં વહેતો કરનાર યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે ભુજમાં અકિલાના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાતચીત કરી હતી.

બાઇક રેલી વિશે વાત કરતા ડો. ઋત્વિજ પટેલે કહ્યુંહતું કે  જળસંચય માટેમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અત્યંત સંવેદનશીલ છે રાજયભરમાં ૧ર હજાર થી'યે વધુ તાળવો ઉંડા કરવા માટેખુદ વિજયભાઇ અંગત રસ લઇ રહ્યા છ.ે ત્યારે જળસંચયના કામોમાં યુવા વર્ગને જોડવા માટે યુવા ભાજપ દ્વારા રાજયભરમા ૧૦૦ થી'યે વધુ બાઇક રેલી યોજાઇ ચુકી છ.ે ગાંધીધામ ભુજ  ઉપરાંત હજી'યે ગુજરાતના અન્ય શહેરોમાં જિલ્લાના યુવા મોરચાને સાથે રાખી યુવા ભાજપ બાઇક રેલી યોજાશે.

કેન્દ્ર અને રાજય સરકાર તરફ રાજયના યુવાનોને ખુબજ અપેક્ષા છે. ત્યારે આજનો યુવા વર્ગ ભાજપના શાસનથી સંતુષ્ટ છે ખરો ? 'અકિલા' ના આ પ્રશ્નનો ઉતર આપતા ડો. ઋત્વિજ પટેલ કહે છે કે નોટબંધી અને જી.એસ.ટી.ના કારણે દેશમાં નાણાકીય વ્યવહાર પારદર્શક થયો છે. જે આજની યુવા પેઢીને પસંદ છે કાળાનાણા ડામવા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ લીધેલા નિર્ણયોને યુવા પેઢીએ આવકાર્યા છે રોજગાર ક્ષેત્રત્રે ગુજરાત આગળ છે. કોંગ્રેસ પાસે મુદ્દા ન હોઇ માત્ર આક્ષેપો કરે છે. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર પ્રજાલક્ષી કામગીરી માટે કટ્ટીબદ્ધ છે.

આ મુલામાતમાં યુવા ભાજપના પ્રદેશ સંયોજક અને કચ્છ ભાજપના યુવા નેતા ધવલ આચાર્યા કચ્છ યુવા ભાજપના પ્રમુખ રાહુલ ગોર સાથે રહ્યા હતા. બાઇક રેલીમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.(૬.૧૪)

(12:27 pm IST)