સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

પોરબંદરમાં આઇ.પી.એલ મેચ ઉપર સટ્ટો ખેલતા ૬ ઝડપાયાં: ૧૮ હજાર રોકડ તથા ૮ મોબાઇલ મળ્યા

પોરબંદર, તા.૨૧: જીલ્લા પોલીસ અધિકારીની સુચનાથી એલસીબીના પોલિસ ઇન્સ્પેકટર બી.કે.ભારાઇ તથા સ્ટાફે હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહને મળેલ બાતમીના આધારે છાંયા નગરપાલિકા કચેરી મેઇન રોડ ઉપર સંજય ઓડેદરાની મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસના દરોડો પાડીને આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા સંજય ઓડેદરા, રાજેન્દ્ર ચુનીલાલ લોઢીયા, સંજય ઓડેદરા, ખોડા ગોગન, વિપુલ દેવજીભાઇ, વિજય ઉર્ફે શકિત સામંતભાઇ ઓડેદરા તથા રાજુ ઓડેદરાને પકડી પાડેલ છે.

આ ૬ શખ્સો પાસેથી રોકડ ૧૮પ૧૦ તથા મોબાઇલ નંગ-૮ તથા શરત લખાવેલ ચીઠ્ઠી સહિત રૂ.પ૮૦૧૦ નો મુદામલ મળી આવેલ છે. તમામ સામે કમલાબાગ પોલિસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.(૨૩.૮)

(12:26 pm IST)