સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

ઉનાના એલમપુર ગામે તળાવ ઉંડુ ઉતારવાની કાર્યવાહી ચાલુઃ ગામના શ્રમીકોને મળતી રોજગારી

ગીર સોમનાથ તા.૨૧, જળસંચય અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એમલપુર ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત છે. તા. ૧૨ મે થી તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. રૂ. ૬.૮૬ લાખના ખર્ચે આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એલમપુર ગામના ૨૪૬ શ્રમીકો આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં જોડાયા હતા.

મનરેગા યોજના અંતર્ગત આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનોને રોજગારી મળી રહે છે. મનરેગા યોજનાથી એલમપુર ગામના લોકોને ગામમાં જ રોજગારી મળતી થઈ છે. આા તળાવ ઉંડુ ઉતારવાથી વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે.

એલમપુર ગામના શ્રમીક પાચાભાઈ સોલંકીએ કહ્યું કે, મનરેગા યોજના અંતર્ગત અમારા ગામના તળાવને ઉંડુ ઉતારવા માટે સરકારે કામગીરી શરૂ કરી છે. આ તળાવ ઉંડુ ઉતારવા માટે કોઈ કંપની કે કોઈને કોન્ટ્રાકટ આપવામાં નથી આવ્યો પણ ગ્રામજનોને રોજગારી આપી તળાવ ઉંડુ ઉતારવામાં આવી રહ્યું છે. પાચાભાઈએ વધુમા કહ્યું કે, મારા પરિવારના ચાર સભ્યોને આ યોજના અંતર્ગત રોજગારી આપવામાં આવી રહી છે. પત્ની, પુત્ર અને પુત્રી સહિત પરિવારના ચાર સભ્યો વહેલી સવાર થી જ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં જોડાય છે.

પાચાભાઈની વાતમાં સહમત થતા જગાભાઈ રાઠોડે જણાવ્યું કહ્યું કે, મનરેગા યોજના અંતર્ગત મારા પરિવારના પણ ત્રણ સભ્યોને રોજગારી આપવામાં આવી છે. આ તળાવ ઉંડુ ઉતારવામા આવતા વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે. આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી તળાવની બાજુમાં આવેલા કુવામાં પાણીના તળ ઉંચા આવશે જેથી લોકોને પીવાના પાણી માટેનો પ્રશ્ર હલ થશે. (૨૩.૭)

(12:25 pm IST)