સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસી

ચલાલા : અહીયા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રહ્મ ભોજન (ચોર્યાસી) પ્રસંગે ચલાલા અને મીઠાપુર (ડું)ના બ્રાહ્મણ પરિવારો દરેક મંદિરના મહંતોએ મહાપ્રસાદ લીધો હતો. જેમાં સંસ્થાના રતિદાદા, અમદાવાદના રતિબાપા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ. સાથે સાથે અરવિંદભાઇ, મીનાબેન, મંજુબા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રતિદાદાએ મહેમાનોનું તિલક, કલાવા તથા મંત્ર પટ્ટ દ્વારા સ્વાગત કર્યુ હતુ. પ્રસાદ લીધા બાદ પરિવારો અને મહંતોને દક્ષીણા તથા મંત્ર પટ્ટો ભેટ અપાયા હતા. સમગ્ર બ્રહ્મપરિવાર વતી ખોડાદાદાએ સંત સમાજ વતી બાલાભાઇ દેવમુરારીએ પણ રતિદાદાનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના દડુભાઇ, મેહુલભાઇ, બાલુભાઇ, શિતલબેન મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં મહેમાનોનું થતુ સ્વાગત, પ્રસાદ આરોગતા સંતો મહંતો અને બ્રહ્મપરિવારો દર્શાય છે. (તસ્વીર : હરગોવિંદ પાંધી, ચલાલા)(૪૫.૭)

(12:21 pm IST)